ઇન્ડિયન મેડિકલ એસોસીએશન તથા પરિશ્રમ ઔષધીય વનના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો
મોરબી : હિન્દુ પુરાણો અને વેદોમાં ઔષધિય વનસ્પતિઓનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે.
હાલ કોરોનાની મહામારીમાં કોરોનાથી રક્ષણ માટે ઉકાળા આરોગ્યવર્ધક છે. જેમાં ઔષધીય વનસ્પતિઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની મોરબી બ્રાન્ચ દ્વારા ઔષધીય વનસ્પતિઓનું ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ પરિશ્રમ ઔષધીય વન-મોરબીના સહયોગથી મોરબીની 30 જેટલી સરકારી સ્કુલોને ઔષધીય રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રોપાના વિતરણ દરમિયાન મોરબી આઈ.એમ.એ. મોરબીના પ્રમુખ ડૉ. જયેશ પનારા, સેક્રેટરી ડૉ. ચિરાગ અઘારા તથા ટ્રેઝર ડૉ. ભાવિન ગામી હાજર રહ્યા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide