મોરબી : 82 વર્ષના કોરોનાગ્રસ્ત વૃદ્ધનું મૃત્યુ : જિલ્લામાં કુલ મૃત્યુઆંક 17 થયો

0
45
/
પાલિકાની ફાયર સહિતની ટીમ દ્વારા લીલાપર સ્મશાનમાં મૃતકની અંતિમવિધિ કરાઈ

મોરબી : મોરબીમાં કોરોના હવે વધુ ઘાતક બની રહ્યો છે. જેમાં આજે કાળમુખા કોરોનાએ વધુ એકનો જીવ લીધો છે. મોરબીના 82 વર્ષના વૃદ્ધનું કોરોનાથી મૃત્યુ નીપજ્યું હતું. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 17 થયો છે.

મોરબીમાં છેલ્લા એક અઠવાડિયા કરતા વધુ સમયથી કોરોનાથી મોતના બનાવો ઉત્તરોત્તર ચિંતાજનક હદે વધી રહ્યા છે. કોરોનાથી દરરોજ એક કે બેના મોત થાય છે. આ સિલસિલો યથાવત રહ્યો છે અને કોરોનાથી મોતમાં વધુ એકનો ઉમેરો થયો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શનાળા રોડ ઉપર આવેલ વાડી વિસ્તારમાં રહેતા લક્ષ્મણભાઈ નકુમ નામના 82 વર્ષના વૃદ્ધનો ગત 24 જુલાઈએ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. તેમને મોરબીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બે દિવસની સારવાર બાદ આજે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આથી, મોરબી પાલિકાની ફાયર સહિતની ટીમ દ્વારા લીલાપર રોડ ઉપર આવેલ સ્મશાનમાં અનામત રાખેલી ભઠ્ઠીમાં મૃતકની અંતિમ વિધિ કરવામાં આવી હતી. કોરોનાથી આ 82 વર્ષના વૃદ્ધનું મોત સાથે મોરબી જિલ્લામાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 17 થયેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/