મોરબી ગ્રામ પંચાયત ચૂંટણીમા ચોથા દિવસે 175 સરપંચ અને 647 સભ્યો માટે ફોર્મ ભરાયા

0
103
/

ચાર દિવસમાં સરપંચ માટે કુલ 262 અને સભ્યો માટે કુલ 947 ફોર્મ ભરાયા

મોરબી : હાલ મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હાલ ફોર્મ ભરવાની ચાલી રહેલી પ્રક્રિયામાં આજે ચોથા દિવસે 175 સરપંચ અને 647 સભ્યો માટે ફોર્મ ભરાયા હતા.જ્યારે ચાર દિવસમાં સરપંચ માટે કુલ 262 અને સભ્યો માટે 947 ફોર્મ ભરાયા છે.

મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા જેમ જેમ આગળ ધપી રહી છે, તેમ તેમ સરપંચ અને સભ્યો માટે દાવેદારી નોંધવવા ઉમેદવારોની કતારો જામી રહી છે. જેમાં આજે ચોથા દિવસે 175 સરપંચ અને 647 સભ્યો માટે ફોર્મ ભરાયા હતા. તાલુકા વાઇઝ મુજબ મોરબીમાં સરપંચ માટે 56, સભ્યો માટે 245, ટંકારામાં સરપંચ માટે 17, સભ્યો માટે 65, હળવદમાં સરપંચ માટે 28, સભ્યો માટે 86, વાંકાનેરમાં સરપંચ માટે 59, સભ્યો માટે 208 અને માળીયામાં સરપંચ માટે 15, સભ્યો માટે 43 ફોર્મ ભરાયા હતા. મોરબીમાં 81, ટંકારામાં 42, હળવદમાં 62, વાંકાનેરમાં 83, માળીયામાં 35 મળીને કુલ જિલ્લાની 303 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે કુલ ચાર દિવસમાં સરપંચ માટે કુલ 262 અને સભ્યો માટે 947 ફોર્મ ભરાયા છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/