મોરબીના પાનેલીમાં પ્રસુતિ વેદનાથી પીડાતા ગૌમાતાને જીવતદાન અપાયું

0
52
/
/
/
ગાયના ગર્ભમાં વાછરડી મૃત્યુ પામતા પશુ યોજનાના ડોક્ટરોએ ઓપરેશન કરી ગાયનો જીવ બચાવ્યો

મોરબી : મોરબીના પાનેલી ગામમાં પ્રસુતિ પીડા વેઠતી ગૌમાતાના ગર્ભમાં વાછરડી મૃત્યુ પામતા 10 ગામ દીઠ એક પશુ યોજનાના ડોક્ટરોએ ઓપરેશન કરી ગાયમાતાનો જીવ બચાવી ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે.

મોરબી જિલ્લાના પાનેલી ગામના રહેવાસી કાળુભાઇ કલોત્રાની ગાયને પ્રસુતિ પીડા ઉપડતા ગુજરાત સરકાર અને GVK EMRI દ્વારા ચાલતી 10 ગામ દીઠ એક પશુ યોજનાના નંબર 1962 પર ફોન કરી લાલપર MVDનો સંપર્ક કરવામાં આવ્યો હતો. 1962 હેલ્પલાઇન નંબરની ટિમ ઘટનાસ્થળે પહોંચી બાદ ગાયની પ્રસુતી કરવામાં આવી હતી પરંતુ ગર્ભમાં રહેલ વાછરડી મૃત્યુ પામી હતી. તે વખતે સિઝેરિયન કરવું જરૂરી જાણતા લગભગ 4 કલાકના ઓપેરશનના બાદ ગાયનો જીવ બચાવમાં આવ્યો હતો. 10 ગામ દીઠ એક પશુ યોજનામાં કામ કરતા ડો. તાલિબ હુસેન, ડો.વિપુલ કાનાણી અને પાયલોટ રજનીશ સોલંકી, જયદીપ જલુ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી હતી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner