મોરબી : તાજેતરમા ઉત્તર પ્રદેશના હાથરસમાં 19 વર્ષીય એક યુવતી સાથે ગામના કેટલાક અસામાજિક તત્વોએ સામુહિક દુષ્કર્મ કરી અને તેની નિર્મમ હત્યા કરી હતી. આ અતિ ગંભીર ઘટનાના વિરોધમાં મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના મહિલા સંગઠન દ્વારા ગઈકાલે સાંજે ૭ કલાકે પાર્ટી કાર્યલય રામ ચોકથી શહીદ ભગતસિંહ પ્રતિમા, ગાંધી ચોક સુધી કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી અને પીડિતાને ન્યાય આપવા અને આરોપીઓને ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી 15 દિવસમાં સજા ફટકારવાની માંગ કરવામાં આવી હતી.
આ કેન્ડલ માર્ચમાં સમસ્ત આમ આદમી પાર્ટીના મોરબી શહેર અને જિલ્લાના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. આમ આદમી પાર્ટીના મહિલા જિલ્લા તેમ પ્રમુખ અનિલાબેન સદાતીયા, જિલ્લા પ્રભારી ભરતભાઈ બારોટ, જિલ્લા પ્રમુખ એ. કે. પટેલ, મોરબી શહેર પ્રમુખ મહેશ રાજ્યગુરૂએ જણાવેલ હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide