આ તસ્કરે તેના અન્ય સાગરીતો સાથે મળીને રૂ.61 હજારના મુદામાલની ઘરફોડી કર્યાની કબુલાત આપી
મોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આવેલા વિજયનગર વિસ્તારમાં રહેતા ઘરધણીને આગાશી પર સુતા રાખીને ઘરમાં તસ્કરો રૂ.61 હજારના મુદામાલની ચોરી કરી ગયાના બનાવનો એ ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં જ ભેદ ખોલી નાખીને તસ્કરને ઝડપી લીધો હતો. આ તસ્કરે પોલીસની પૂછપરછમાં તેના અન્ય સાગરીતો સાથે મળીને ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી છે.
મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશનેથી આ ચોરીના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આવેલા વિજયનગરમાં રહેતા ભરતભાઇ ઓધવજીભાઈ પટેલ બે દિવસ પહેલા રાત્રીના સમયે ગરમીથી રાહત મેળવવા નીચે ઘર બંધ કરી અગાસીમાં સુતા હતા. એ દરમ્યાન તેઓની નિંદ્રામાં ખલેલ ન પહોંચે એવી રીતે મોડી રાત્રે તસ્કરોએ તેમના ઘરમાં ત્રાટકયા હતા અને ઘરના દરવાજાના નકુચા ગણેશિયા જેવા હથિયારોથી તોડી ઘરમાં રહેલા કબાટમાંથી અઢી તોલાનો સોનાનો ચેઇન, મોબાઈલ ફોન, એક ઘડિયાળ તેમજ રૂ. 6000 રોકડા મળી કુલ 61500ના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા.આ ચોરીના બનાવમાં ઘરધણી છેક સવારે જાગ્યા ત્યારે તસ્કરો ઘરમાંથી હાથફેરો કરી ગયાની જાણ થઈ હતી.બાદમાં તેમણે આ ચોરીના મોરબી એ.ડિવિઝનમાં ફરિયાદ નોધાવી હતી.
મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide