મોરબીના સામાં કાંઠા વિસ્તારમાં પાલિકાનું ડિમોલિશન

0
118
/

મોરબી : મોરબી પાલિકાનું બુલડોઝર આજે સામાં કાંઠા વિસ્તારમાં ફરી વળ્યું હતું અને ગેરકાયદે ખડકાયેલા કાચા-પાકા મકાન અને ઝૂંપડાઓ તોડી પાડી જમીન ખુલ્લી કરાવી હતી.આજે સવારે મોરબી પાલિકાના ચીફ ઓફિસર સાગર રાડીયા, અધિક કલેકટર કેતન જોષી, ડેપ્યુટી કલેકટર એસ.જે.ખાચર સહિતનો પાલિકાનો સ્ટાફ સામા કાંઠા વિસ્તારમાં ત્રાટક્યો હતો. જ્યાં કલેકટર કચેરીની બાજુમાં આવેલી કોળી સમાજની વેલનાથ વાડીના આજુબાજુના વિસ્તારમાં ગેરકાયદે ખડકાયેલા 2 પાક્કા મકાન, 2 ઝુંપડા અને 2 પાક્કા છાપરા પર બુલડોઝર ફેરવી દીધું હતું. આ સમયે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. જો કે આવનારા દિવસોમાં પણ આ કામગીરી ચાલુ જ રહેશે એમ પાલિકાના આધારભૂત સૂત્રો જણાવી રહ્યા છે.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/