મોરબી : ઘરકામ કરવા મુદ્દે પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓએ માર માર્યાની રાવ

0
92
/
પરિણીતાએ પતિ સહિતના સસરિયાઓ સામે શારીરિક માનસિક ત્રાસ આપ્યાની પણ ફરિયાદ નોંધાવી

મોરબી : તાજેતરમા મોરબીના જેતપર ગામે ઘરકામ મામલે પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓએ માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં પરિણીતાએ પતિ સહિતના સસરિયાઓ સામે શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મોરબીના મહિલા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હાલ મોરબીના ભડીયાદ પાસે માળીયા વનાળીયા નજીક આવેલ સુભાષનગરમાં રહેતી નિર્મળાબહેન કિશોરભાઇ પરમાર (ઉ.વ.૩૩) એ પોતાના મોરબીના જેતપર ગામે રહેતા પતિ કિશોરભાઇ હમીરભાઇ, સાસુ સવિતાબેન હમીરભાઇ, દિયર સંજયભાઇ હમીરભાઇ અને નણંદ રંજનબેન હમીરભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી કે ફરીયાદી બેનને આરોપીઓએ અવાર-નવાર ગાળો આપી તથા શારીરીક માનસિક દુ:ખ ત્રાસ આપી અને તા.૫/૧૨/૨૦૨૦ ના રોજ સાંજના પાંચેક વાગ્યે બળતણ બાબતે આરોપીઓએ ફરીયાદી સાથે બોલાચાલી કરી ઝગડો કરી ફરીયાદી બેનને માથાના ભાગે તથા સાહેદ અરજણભાઇ બેચરભાઇ રાઠોડને લાકડીથી માર મારી ઇજા કરી હતી. આ બનાવની મહિલા પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી પણ હાથ ધરી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/