મોરબીમાં સો-ઓરડી વિસ્તાર અને વોર્ડ નં. 5ના રોડ-રસ્તાના કામોનું ખાતમુર્હુત કરવામાં આવ્યું

0
63
/
વોર્ડ નં. 3માં પાણીના સંપનું  પણ લોકાર્પણ કરાયું

મોરબી : મોરબી શહેરમાં ગઈકાલે રોડ-રસ્તાના કામોનું ખાતમુર્હુત અને પાણીના સંપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં સો-ઓરડી વિસ્તારમાં સી.સી. રોડની કામગીરીનું ખાતમુર્હુત તેમજ પાણીના સંપનું લોકાર્પણ મોરબી-માળીયા (મી.)ના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાના હસ્તે કરવામાં આવ્યું હતું. જયારે વોર્ડ નં. 5ના રોડ-રસ્તાના કામોનું ખાતમુર્હુત સ્થાનિક અગ્રણીઓના પણ હસ્તે કરવામાં આવ્યું હતું.

મોરબીમાં સો-ઓરડી વિસ્તારમાં સી.સી. રોડની પણ કામગીરીનું ખાતમુર્હુત કરાયું

મોરબીમાં સો-ઓરડી વિસ્તારમાં સી.સી. રોડની કામગીરીનું ખાતમુહૂર્ત મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા સહીતના અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે ભાજપ શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી જયરાજસિંહ જાડેજા, કાઉન્સીલર જશવંતીબેન સુરેશભાઈ શીરોહીયા, કાઉન્સીલર હીનાબા જાડેજા, કાઉન્સીલર ગૌતમભાઇ સોલંકી, જ્યોતિસિંહ જાડેજા, મનસુખભાઈ બરાસરા, સુરેશભાઈ શીરોહીયા, રમેશભાઈ ભરવાડ, હરીભાઇ રાતડીયા, બળવંતભાઈ શનાળીયા, ગીરૂભા જાડેજા, લાલજીભાઇ રાતડીયા, લાલુભા ઝાલા, હસુભાઇ વામજા, રમેશભાઈ વડસોલા, વાય. બી. જાડેજા, કાન્તીલાલ કણસાગરા, બીપીનભાઈ દેરાશ્રી, મેઘરાજસિંહ ઝાલા, દિનેશભાઇ સખનપરા, પંકજભાઇ પ્રજાપતિ, નાથાભાઇ ભોરણીયા, એન્જીનીયર ધીરૂભાઇ સુરેલીયા, નગરપાલિકાના ચીફ ઓફિસરના પીએ અમીનભાઇ તેમજ સ્થાનિકો પણ હાજર રહેલ હતા.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/