મોરબી : તાજેતરમા મોરબીમાં ગેરકાયદેસર ખનીજ ભરી જતા પાંચ ડમ્પરોને ઝડપી પાડવામાં આવ્યા છે. હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બનાવની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.
આ બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ખાણ ખનીજ વિભાગ દ્વારા ગઇકાલે રાત્રે ગેરકાયદેસર રીતે ખનીજનું પરિવહન કરી રહેલ ડમ્પર નં. જીજે-૩૬-ટી-૭૦૮૪, જીજે-૩-બીવી-૮૨૯૯, જીજે-૩૬-ટી-૮૪૨૫, જીજે-૩૬-ટી-૫૫૩૨ અને અન્ય એક ટ્રકને અટકાવીને તેમાં ભરેલ ખનીજ અંગે આધાર પુરાવા માગ્યા હતા. જે ન હોવાથી ખાણ ખનીજ વિભાગ દ્વારા પાંચેય ડમ્પરને કબ્જે કરવામાં આવ્યા છે. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી ધરેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide