[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબીમાં ઠેક-ઠેકાણે ફૂટી નીકળેલા સ્પામાં બિન્દાસ્તપણે દેહ વ્યાપાર ચાલતો હોવાનું જગજાહેર છે ત્યારે મોરબી એલસીબી ટીમે ગઈકાલે લખધીરપુર રોડ ઉપર સીરામીક પ્લાઝા-2માં આવેલ ઓરલા સ્પામાં દરોડો પાડી દેહ વ્યાપારના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. અહીં સ્પા સંચાલક દ્વારા નાગાલેન્ડની મહિલાઓ પાસે મસાજ સાથે દેહ વ્યાપાર પણ કરાવવામાં આવતો હોવાનું ખુલ્યું હતું. સમગ્ર મામલે પોલીસે એક શખ્સને અટકાયતમાં લઈ સ્પા સંચાલક એવા બે શખ્સ હાજર નહીં મળી આવતા બન્નેને ફરાર દર્શાવી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર સીરામીક પ્લાઝા-2માં આવેલ ઓરલા સ્પામાં મસાજના નામે ગ્રાહકોને શરીર સુખની વ્યવસ્થા કરી આપવામાં આવતી હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે ડમી ગ્રાહક સાથે દરોડો પાડતા સ્પા સંચાલક દ્વારા મસાજના રૂપિયા 1000 તેમજ શરીર સુખ માનવ માટે અલગથી રૂપિયા 500 લઈ ડમી ગ્રાહકને રૂમમાં મોકલતા પોલીસે દરોડો પાડી મહિલાને કઢંગી હાલતમાં ઝડપી લઈ સ્પા ના ઓઠા હેઠળ ચાલતા દેહ વ્યાપારના ગોરખધંધાનો ભાંડાફોડ પણ કર્યો હતો. ત્યારે શું માત્ર આ એક જ સ્પા પર દરોડો પાડી પોલીસ અન્ટોશ માની લ્યે છે કે પછી આવા તો મોરબીમાં ઘણા સ્પા છે જ્યાં મસાજના બહાને દેહવ્યાપાર ચાલી રહ્યો છે તે બંધ કરાવશે તેવો સવાલ ઉઠી રહ્યો છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide