મોરબીમાં ટિખ્ખળખોર શખ્સે શિવાજી મહારાજના સ્ટેચ્યૂ સાથે છેડછાડ કરી !!

0
1352
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબી જેલ રોડ પર જેલ સામે રહેલા શિવાજી મહારાજની પ્રતિમાની ઘોડી સાથે કોઈ વિકૃત માનસિકતા ધરાવતા અજાણ્યા શખ્સોએ ટાયર બાંધી દેતા રાજપૂત કરણી સેના મોરબીના સભ્યોએ ટાયર દૂર કરીને આ કૃત્ય કરનારને ઝડપી લઈ સબક શીખવવા તંત્ર સમક્ષ માંગ ઉઠાવી હતી.

રાજપૂત કરણી સેનાના સદસ્ય દેવીસિંહ ઝાલાના જણાવ્યા મુજબ મોરબી સબ જેલ સામે જે શિવાજી મહારાજ ઘોડી પર જે સ્ટેચ્યૂ પર બિરાજમાન છે એ ઘોડીની પુંછડીમાં કોઈ તત્વો દ્વારા ટાયર બાંધવામાં આવ્યા હતા. આ કૃત્ય જોતા દેવીસિંહ ઝાલાએ રાજપુત કરણી સેનાના તાલુકા પ્રમુખ જયદેવસિંહજી જાડેજા અને જિલ્લા પ્રમુખ મનોજસિહ જાડેજા અને શહેર પ્રભારી વનરાજસિંહ જાડેજાને જાણ કરી હતી. આ વાતની જાણ થતા સૌ હોદ્દેદારોએ તાત્કાલીક નિણર્ય લઈ મોરબી જિલ્લા મહામંત્રી દિગપાલસિંહ રાણાને જાણ કરી અને જાણ થતાની સાથે જ રાજપૂત કરણી સેનાના સદસ્યો અને તેમજ લોહાણા સમાજના સદસ્યો અને બોરીચા સમાજના ધર્મપ્રેમી ભાઈઓ સ્થળ ઉપર લઈ જઈ સ્ટેચ્યૂ પરથી બધાજ ટાયર ઉતર્યા હતા અને આ કૃત્ય કોણે કર્યું છે તેની સંપૂર્ણ માહિતી લેવા તજવીજ પણ હાથ ધરી હતી.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/