મોરબીમાં વીમા પ્રીમિયમના ૧૦ લાખની છેતરપીંડી કરનાર પકડાયો

0
211
/

મોરબીમાં કંપનીના શો રૂમમાં કર્મચારી તરીકે ફરજ બજાવતા એક શખ્સે ગ્રાહકો પસેયથી તેની કીમતી કારના વીમાનું પ્રીમીયમ લઇ લીધુ હતુ જો કે તે રકમ કંપનીમાં જમા કરવા ન હતી જેથી ૧૦ લાખ રૂપિયાની છેતરપીંડી કરવા આવી હોવાની ફરિયાદ મોરબીમાં નોંધાઈ હતી જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી છે

મોરબીના કેટલાક ગ્રાહકોએ ઇક્વિટી હુન્ડાઈ કંપની કારની ખરીદી કરી છે તેમના વીમ પ્રીમિયમની રકમ તો તેની પાસેથી વસુલ કરી લેવામાં આવી છે જો કે, તેમના વીમા પ્રીમિયમની રકમ કંપનીમાં જમા કરાવવામાં આવી નથી જેથી તેઓના વીમા ઉતર્યા નથી આ વાત સાંભળીને જરાપણ ચોકી જવાની જરૂર નથી કેમ કે, મોરબીમાં કારની ખરીદી કરનારા ગ્રાહકો સાથે છેતરપીંડી કરવામાં આવી છે તેવી મોરબી એ-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી

જેથી ઇક્વિટી હુન્ડાઈ કંપનીના શો રૂમમાં ફરજ બજાવતા પોરબંદરના કડિયા પ્લોટમાં રહેતા તેજશ ભરતભાઈ ઠકરારની પોલીસે ધરપકડ કરી છે આ શખ્સ ઇક્વિટી હુન્ડાઈ કંપનીનો કર્મચારી હતો જેથી તે કારની ખરીદી કરનારા ગ્રાહકો પાસેથી વીમા પ્રીમિયમની રકમ લેતો હતો જો કે, જુદાજુદા ગ્રાહકો પાસેથી ૧૦ લાખ રૂપિયા વીમા પ્રીમિયમના લઇ લીધા બાદ આ કર્મચારીએ તે રકમને કંપનીમાં જામ કરાવી નથી જેથી તેની સામે વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરીયાદ નોંધાઇ છે

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/