મોરબીમાં સઘન પોલીસ પેટ્રોલિંગને પગલે જાહેરમાં ધુળેટીનો નીરસ ઉત્સાહ

0
143
/
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

મોરબી : હાલ કોરોના મહામારીને કારણે રાજ્ય સરકારે જાહેરમાં ધુળેટી પર્વ ઉજવવા મનાઈ ફરમાવતા આજે સવારથી મોરબીમાં સઘન પોલીસ પેટ્રોલિંગ વચ્ચે ધૂળેટીનો રંગ ફિક્કો રહ્યો હતો અને લોકો એકબીજાને રંગવાથી દૂર રહ્યા હતા.સામાન્ય રીતે મોરબીમાં હોળી – ધૂળેટીનો પર્વ ઉલ્લાસ પૂર્વક માનવવામાં આવે છે અને ધુળેટીના દિવસે જાહેર માર્ગો કાળા ડામરના રંગને બદલે રંગબેરંગી બની જતા હોય છે પરંતુ કોરોનાના કારણે ધૂળેટીની જાહેર ઉજવણી ઉપર પ્રતિબંધ મુકાતા આજે મોરબીના લોકો રંગોના તહેવારની ઉજવણીથી દૂર રહ્યા હતા અને ફક્ત નાના બાળકોએ જ રંગે રમ્યા હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/