મોરબીના જલારામ મંદિર દ્વારા નાશ માટેના સ્ટીમ મશીનનું રાહત દરે વિતરણ કાર્ય શરૂ

0
594
/
વિતરણ સાંજે ૪ થી ૭ કલાક દરમિયાન કરવામા આવશે

મોરબી : તાજેતરમા સમયમા કોરોનાની મહામારી સામે સમગ્ર વિશ્વ ઝઝુમી રહ્યુ છે, ત્યારે પાણીની વરાળનો નાશ કોરોના સામે લડવામા ઉપયોગી સાબિત થઈ રહ્યો છે.

મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સ્ટીમ મશીન (નાશનુ મશીન) કે જેની બજાર કીંમત રૂ. ૨૫૦ થી ૩૦૦ આસપાસ છે. તેનુ પ્રતિ નંગ રૂ. ૮૦ લેખે સર્વજ્ઞાતિય વિતરણ કરવામા આવશે. વિતરણ સાંજે ૪ થી ૭ કલાક દરમિયાન કરવામા આવશે. મશીન લેવા આવનાર વ્યક્તિઓ એ માસ્ક પહેરવુ તેમજ સોસિયલ ડીસ્ટન્સિંગનુ પાલન કરવુ ફરજીયાત રહેશે. તેમ રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી તથા હરીશભાઈ રાજાએ યાદીમા જણાવેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/