મોરબી: જાંબુડિયા પાસે રસ્તા વચ્ચે ઢગલા કરી નાસી જનારા ડમ્પરોનો ત્રાસ

0
126
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
જાંબુડિયા ઓવરબ્રિજ નીચે રોડની વચ્ચોવચ માટીના ઢગલા ખડકી દેનાર ડમ્પરોની દાદાગીરી યથાવત

મોરબી : હાલ મોરબી નેશનલ હાઇવે ઉપર છેલ્લા ઘણા સમયથી ડમ્પરો માટી કે પથ્થરોના ઢગલા ખડકીને અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે.રોડની વચ્ચોવચ માટીના ઢગલા ખડકી દેનાર ડમ્પરોની દાદાગીરી યથાવત રહી છે.જેમાં વધુ એક વાર જાંબુડિયા ઓવરબ્રિજ નીચે રોડની વચ્ચોવચ માટીના ઢગલા ખડકીને તંત્રને રોક સકો તો રોક લોનો પડકાર ફેંક્યો છે.

મોરબી નેશનલ હાઇવે ઉપર જાંબુડિયા ઓવરબ્રિજ નીચે રોડની વચ્ચોવચ કોઈ ડમ્પર ચાલક પોતાના ડમ્પરમાંથી માટીનો ઢગલો ખડકીને ફરાર થઈ ગયો છે. આ માટીના ઢગલાએ રોડની મોટાભાગની જગ્યા રોકી લીધી છે. માંડ માંડ બાઇકો નીકળે તેટલી રોડ ઉપર જગ્યા બચી છે. જેના કારણે રાત્રી દરમિયાન કોઈ મોટા વાહન નીકળે ત્યારે અંધારામાં માટીના ઢગલા ન દેખાય તો વધુ સ્પીડથી આવતા વાહનો માટીના ઢગલા સાથે અથડાઈ તો મોટો અકસ્માત થવાની ભીતિ રહેલી છે. તેથી રોડ ઉપર ખડકાયેલા આ માટીના ઢગલા તત્કાળ દૂર કરવાની માંગ ઉઠી છે. જો કે છેલ્લા ઘણા સમયથી નેશનલ હાઇવે ઉપર ડમ્પર ચાલકોનો ત્રાસ છે.જેમાં ડમ્પરો માટીના ઢગલા ખડકીને અકસ્માત નોતરતા હોવાથી સંબધિત તંત્ર આ મામલે કડક કાર્યવાહી કરે તેવી પણ માંગ ઉઠી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/