મોરબી જિલ્લાની 303 ગ્રામ પંચાયતો માંથી 71 સમરસઃ 232 પંચાયતો માટે 19 મીએ મતદાન થશે

0
33
/

મોરબી જિલ્લાની 303 માંથી 71 ગ્રામ પંચાયત સમરસ જાહેર : ફોર્મ પરત ખેંચતા ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બન્યું

મોરબી : હાલ મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં હવે ખરાખરીનો જંગ જામ્યો છે.ખાસ કરીને ગ્રામ પંચાયત સમરસ થવાથી વિકાસ માટે સરકારની વધારાની ગ્રાન્ટ મળવી સહિતના ફાયદા હોવાથી ચૂંટણી જાહેર થઈ ત્યાંથી અનેક ગામોમાં સમરસના અભિયાને જોર પકડ્યું હતું. આધારભૂત સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ગામના સમજુ આગેવાનોના સાર્થક પ્રયાસોથી મોરબી જિલ્લાની 303 માંથી 71 ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ ચૂકી છે. જેથી હવે 232 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી જંગ જામશે.

મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં નામકાન પત્રો ભરાયા બાદ ચકાસણી અને હવે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. મળતી માહિતી મુજબ 232 ગ્રામ પંચાયતમાં ચૂંટણીનો જંગ જામશે. મોરબી જિલ્લાની 71 ગ્રામ.પંચાયત જે સમરસ થઈ છે.તેમાં તાલુકા વાઇઝ જોઈએ તો મોરબી તાલુકાની 81 ગ્રામ પંચાયતમાંથી 22 સંપૂર્ણ સમરસ અને 10 અંશતઃ સમરસ તેમજ માળીયાની 35 ગ્રામ પંચાયતમાંથી 10 સંપૂર્ણ સમરસ અને 6 અંશત સમરસ અને હળવદની 62 ગ્રામ પંચાયતમાંથી 13 સમરસ, ટંકારાની 42 ગ્રામ.પંચાયતમાંથી 13 સમરસ, વાંકાનેરની 83 માંથી 16 ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે. આ 232 ગ્રામ પંચાયતની ચૂંટણી થવાની છે. એમાં ઘણી બધી અંશત સમરસ થઈ છે.જેમાં સરપંચની બિનહરીફ વરણી થઈ હોય સભ્યોની ચૂંટણી થશે. હજુ સત્તાવાર રીતે ફાઇનલ વિગતો હવે પછી જાહેર થશે.

[રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/