મોરબી: જયદેવસિંહ જાડેજા પર ખૂની હુમલો કરનાર આરોપીઓ પર ગુનો દાખલ

0
224
/

 

મોરબીના પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્ક ના પ્રમુખ જયદેવસિંહ જાડેજા પર ખૂની હુમલોકરનાર આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ: આરોપીઓ પર કડક કાર્યવાહી કરવા માંગ

મોરબીમા ગઈકાલે જેતપર રોડ ઉપર પીપળી ગામે આવેલ રાધે ક્રિષ્ના મોલ પાસે ગઇકાલે બપોરે એકાદ વાગ્યે જીવલેણ મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવ અંગે ચારની સામે મોરબી તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાયેલ છે. જેના અનુસંધાને ચારેય આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા બુલંદ માંગ છે

મોરબી તાલુકા પોલૂસ મથક ખાતે ભોગ બનેલ પૈકીના લાલસિંહ પૃથ્વીસિંહ ચૌહાણ જાતે દરબાર (ઉમર ૩૩) ધંધો ડ્રાઇવીંગ રહે.હાલ ગંજાનંદ પાર્ક સોસાયટી પીપળી તા.જી. મોરબી મુળ રહે.નાદરી પેથાપુર તા.હિંમતનગર જી.સાબરકાંઠાએ સામેવાળા દિવ્યરાજસિંહ દિલુભા ઝાલા, દિપકસિંહ ઝાલા, દિલુભા જામભા ઝાલા અને અભેસિંહ ઝાલા રહે. બધા જુની પીપળી તા.જી.મોરબી સામે ફરીયાદ નોંધાવીને જણાવ્યું હતુ કે, સામેવાળા દિવ્યરાજસિંહ દિલુભા ઝાલાને આજથી પાંચ-છ માસ પહેલા ગજાનંદ પાર્ક સોસાયટીમાં મહીલાઓ સાથે માથાકુટ થયેલ તે વખતે મહીલાઓએ દિવ્યરાજસિંહ દિલુભા ઝાલાને માર મારેલ જે માર મહિલાઓએ સાહેંદ જયદેવસિંહના કહેવાથી મારેલ હોવાનો ખોટો વહેમ રાખીને ઉપરોકત ચારેયે એકસંપ કપીને સાહેદ જયદેવસિંહની સ્કોરપીયો કાર નંબર GJ 36 F 4420 ઉપર છુટ્ટા પથ્થરના ઘા મારીને સ્કોરપીયો ગાડીના કાચ તોડી નાંખીને કારમાં નુકશાન કર્યુ હતુ તેમજ દિવ્યરાજસિંહે ફરીયાદી લાલસિંહના મિત્ર સાહેદ જયદેવસિંહને માથાના ભાગે કુવાડીનો જીવલેણ ઘા મારી માંથામાં હેમરેજ જેવી ગંભીર ઇજા પહોચાડી હતી. તાલુકા પોલીસે ઉપરોકત ચારની સામે કલમ ૩૦૭, ૪૨૭,૧૧૪ અને ૧૩૫ મુજબ ગુનો દાખલ કરીને હુમલાખોરોને રાઉન્ડઅપ પણ કર્યા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/