મોરબી તાલુકા પીએસઆઇ અર્જુનસિંહ જાડેજા સહિત સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડ્યો
મોરબી : મોરબીના જેતપર ગામે જુગરધામ ચાલતું હોવાની બાતમીના આધારે મોરબી તાલુકા પીએસઆઇ અર્જુનસિંહ જાડેજા સહિત સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડી છ લોકોને જુગાર રમતા ઝડપી લીધા હતા.
મોરબી તાલુકા પોલીસની યાદી જણાવ્યા મુજબ જેતપર ગામે દરોડો દરમિયાન સમીરભાઇ અબ્દુલભાઇ પબાણી, રાકેશભાઈ રાજનીકાંતભાઇ રાઠોડ, રાજેશભાઇ વેલજીભાઈ બાવરવા, લલિતભાઈ ત્રિકામભાઈ સંઘાણી, સુખદેવભાઇ અમરશીભાઈ અઘારા, ચેતનભાઈ જ્યંતીભાઈ જાકાસણીયા સહિત 6 લોકોને રોકડ રૂ. 42,860 અને મોબાઈલ સહિત રૂ. 61,360ના કુલ મુદ્દામાલ સાથે જુગાર રમતા રંગેહાથે ઝડપી લીધેલ હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide