મોરબી : હાલ કોરોના વાયરસથી લોકો ભયભીત છે. કોરોના વાયરસથી બચવા માટે સરકારના નિયમો ફરજીયાત પાળવા જરૂરી છે.
જે હાલના સમયમાં પ્રાથમિક જરૂરીયાત ગણી શકાય છે. કોરોનાથી સાવચેતીના ભાગરૂપે માસ્ક પહેરવું, સોસિયલ ડિસ્ટસિંગ જાળવવું, વારંવાર હાથ ધોવા એ કોરોના વાયરસથી બચવા માટે આવશ્યક છે. ત્યારે ગત તા. 20ના રોજ બાલાજી ગ્રુપના યુવાનો દ્વારા મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ગામે લોકોને આશરે 2000 જેટલા વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું અને લોકોને આ વાયરસથી કેવી રીતે બચી શકાય તેના વિશે લોકોને સમજાવ્યુ હતું. આવા યુવાનો આવા કપરા કાળમાં પણ લોકોની સેવા કરવાનું ચુકતા નથી અને લોકોને આગામી સમયમાં પણ જરુર પડશે ત્યારે આ યુવાનો લોકોની સેવામાં હજાર રહેશે, તેમ ગ્રુપ દ્વારા યાદીમાં જણાવવામાં આવેલ હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide