મોરબી: ખાખરેચી જતા રસ્તે કાર પર કન્ટેનર પડતા ત્રણ વ્યક્તિઓના મોત

0
717
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી :માળિયા હાઈવે પર તાજેતરમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર ત્રણના મોત થયા હતા તો આજે વધુ એક જોરદાર અકસ્માત સર્જાયો છે જેમાં હાઈવે પર કન્ટેનર કાર પર ખાબકતા કારનો ડૂચો વળી ગયો હતો

આજે  મોરબી નજીકની અણીયારી ચોકડીથી ખાખરેચી ગામ તરફ જવાના રસ્તા ઉપર કાર અને કન્ટેનર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાય છે જેમાં કન્ટેનર કાર પર પડવાના કારણે કારનો ભુક્કો બોલી ગયો છે અને કારમાં બેઠેલા વ્યક્તિઓમાંથી ત્રણ વ્યક્તિ કરતાં વધારે વ્યક્તિઓના મોત થયા હોવાની હાલમાં સ્થાનિક લોકો પાસેથી માહિતી મળી રહી છે ત્યારે હાલમાં મોરબી તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને મૃતકના બોડીને સિવિલ હોસ્પિટલ ખસેડવા માટેની કામગીરી સાથોસાથ અકસ્માત સર્જાયેલ વાહનોને રોડની સાઈડમાં ખસેડીને રોડના ટ્રાફિકને કલીયર કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/