મોરબી : અપહરણ તથા દુષ્કર્મનો ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી પકડાયો

0
116
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અપહરણ તથા બળાત્કારના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો.

પેરોલ ફર્લો સ્કવોડ ટીમને મળેલ હકિકત આધારે ત્રણ વર્ષથી અપહરણ તથા બળાત્કારના ગુનામાં નાસતા ફરતા આરોપીને ટીમ દ્વારા પકડી પાડવામાં આવેલ છે. આજથી આશરે ત્રણેક વર્ષ પહેલા મોરબી તાલુકાના ચકમપર ગામની સીમમાંથી સગીર વયની છોકરીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે રાકેશ બામણીયા નામનો છોકરો અપહરણ કરી લઇ જતા તેના વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ હતો. આ ગુનામાં ત્રણેક વર્ષથી આરોપી રાકેશ રણસિંહ બામણીય (રહે. કોરીયા પાન, તા. ભાભરા, જી. અલીરાજપુર) નાસતો ફરતો હોય, જેને અલીરાજપુર જિલ્લા પોલીસ અધિક્ષકની મદદથી તેના વતનમાથી મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/