મોરબી AVBP દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે ચીનની પ્રોડક્ટનું વિરોધ પ્રદર્શન

0
52
/

ચીનની પ્રોડક્ટનો બેહિષ્કાર કરવાની નારેબાજી લગાવી

મોરબી : ચીનની દગાબાજ નીતિ સામે દેશભરમાં પ્રબળ જનાક્રોશ ફાટી નીકળ્યો છે.ત્યારે મોરબી અખિલ વિદ્યાર્થી ભારતીય પરિષદ દ્વારા આજે ઓમ શાંતિ વિધાલયના ગ્રાઉન્ડ ખાતે દગાખોર ચીનની પ્રોડક્ટનો વિરોધ કરવા અને ચીનના હુમલામાં શહીદ થયેલા ભારત માતાના વીર સપૂતોને શ્રદ્ધાજલી આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં એવીબીપીના કાર્યકરોએ ચીનની નલોશીભરી હરકતને સખત શબ્દોમાં વખોડી કાઢી ભારતીય સેનાના શહીદોને શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી.તેમજ ચીનને પાઠ ભણાવવા માટે ચીની કંપનીઓની વિવિધ પ્રકારની વસ્તુઓનો વિરોધ કરી લોકોને ચીની કંપનીઓની વસ્તુઓનો બેહિષ્કાર કરવાની હાકલ કરો હતી.

ABVP મોરબી દ્વારા ભારત ચીન વચ્ચે થયેલા યુદ્ધમાં શહિદ થયેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલી આપી તેમજ ચીની પ્રોડક્ટ વિરુદ્ધ પ્લેકાર્ડ તથા નારાબાજી કરી વિરોધ દર્શાવ્યો હતો.અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 1949થી વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે કટિબદ્ધ રહ્યું છે.તેમજ દેશમાં રાષ્ટ્રહિત માટે અગ્રસર રહ્યું છે.આજ રીતે હાલમાં જે લદાખ ગલવન વેલીમાં શહીદ થયેલ સૈનિકોને શ્રદ્ધાંજલી અપર્ણ કરી હતી.જેમાં આજે ABVP મોરબી દ્વારા યુદ્ધમાં શહિદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી તેમજ ચીનથી આયાત થતી ચીજ વસ્તુઓ તેમજ ચીન દ્વારા ઈન્ટરનેટ ઉપર ચલાવવામાં આવતી એપ્લિકેશનનો ઉપયોગ હંમેશાં માટે બંધ કરાવવાના સંકલ્પ સાથે સમાજ અને દેશપ્રેમી જનતાને સ્વદેશી અપનાવોના નારા દ્વારા પ્રેરિત કરવા તેમજ ચીની ચીજ વસ્તુ ની આયાત ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા માં આવે તેવા સૂત્રોચાર કરીને ચીન સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ABVP મોરબી નગર અધ્યક્ષ સંજયભાઈ વીરડીયા તેમજ ABVP ટીમ મોરબી તેમજ પૂર્વ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/