મોરબી : આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને યુવા નેતા રાહુલ ગાંધીજીના જન્મ દિવસ નિમિતે મોરબી કોંગ્રેસ સમિતિ, NSUI, યુથ કોંગ્રેસ દ્વારા ગરીબ બાળકોને નાસ્તાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે. ડી. પડસુબિયા, મોરબી જિલ્લા NSUI પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, યુથ કોગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, શક્તિપાલસિંહ ચુડાસમા, ભાવેશભાઈ ફેફર, ભાવેશ પરમાર, રોનક પારેખ, લાલુભા ઝાલા જેવા ઘણા આગેવાનો દ્વારા નાના બાળકોને નાસ્તાની કીટનું વિતરણ કરીને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને યુવા નેતા રાહુલ ગાંધીજીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide