મોરબી: યુવાનને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ

0
151
/

મોરબી : તાજેતરમા મોરબીમાં “તું આ પ્લોટવાળા માલીકને ફરીયાદ કરવામાં કેમ મદદ કરે છે” તેમ કહી યુવાનને ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીના લીલાપર ગામે આવેલ પ્રકાશનગર સોસાયટીમાં રહેતા ગૌતમભાઇ જયંતિલાલભાઇ મકવાણા (ઉવ.૩૦) એ આરોપી ગોવિંદભાઈ બીજલભાઇ રબારી સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૧ ના રોજ ફરિયાદીને આરોપીએ પોતાના લાકડાના ડેલા પાસે રાડ પાડી બોલાવી, તુ આ પ્લોટ વાળા માલીકને ફરીયાદ કરવામા કેમ મદદ કરે છે તેમ કહી ફરિયાદીને ગાળો આપી જાતી પ્રત્યે આપમાનીત કરી ફરીયાદી તથા તેના પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપી સામે એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પણ હાથ ધરી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/