મોરબી: લાતીપ્લોટ વિસ્તારમાંથી સીએનજી રિક્ષાની ચોરી થઇ!!

0
65
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : તાજેતરમાં મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાંથી સીએનજી રિક્ષાની ચોરી થયાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.

આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રવિપાર્ક -૧ માં રહેતા સુનિલભાઇ નટુભાઇ દેથરીયા (ઉ.વ.૩૬) એ ગત તા.૧૨ ના રોજ રાત્રીના સમયે મોરબીના લાતી પ્લોટ શેરી નં.૬ ના નાકે પોતાની સી.એન.જી રીક્ષા નં.GJ03-AU-1655 ને પાર્ક કરી હતી. આ સીએનજી રીક્ષા કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો. આ બનાવની તેમણે ગઈકાલે એ ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

POLICE-A-DIVISON
(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/