મોરબી: તાજેતરમાં મોરબી તાલુકા પોલીસે રવિરાજ ચોકડી નજીકથી વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય ત્રણ સખ્સોના નામ ખુલતા વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીની રવિરાજ ચોકડી નજીક પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન આરોપી ગીર્રીશભાઈ લાલજીભાઈ પરમાર રહે-જુના મકનસર મોરબી વાળો શંકાસ્પદ લાગતા પોલીસે તેની તલાસી લેતા તેની પાસેથી વિદેશી દારૂનો બોટલ નંગ-૪૭ કીમત રૂ.૨૪,૧૦૦ તથા બીયર ટીન નંગ-૨૪ કીમત રૂ.૨૪૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૬,૫૦૦ વેચાણ કરવાના ઈરાદે માળી આવતા પોલીસે તેની અટક કરી મુદામાલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી તો આરોપી રાજુરામ મહીરામ ખીલેરીન કહેવાથી આરોપી નથમલ ડગલારામ સિદણને આપી આપવાનો હોય તેમજ સાથે સાથે સુનીલ શ્યામલાલ બિશ્નોઈનું પણ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા ધોરણસરની તપાસ ચલાવેલ છે.
(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)
ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...
મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...