મોંરબીના હળવદ હાઈવે ઉપર આવેલ આઇટીઆઇ પાસેની હરિઓમ પાર્ક સોસાયટીમાં ગતરાત્રિ દરમિયાન બે સ્થળોએ તસ્કરોએ તાળા તોડીને ચોરી કરવાનો પ્રયાસ કરેલ છે જોકે પરચુરણ રોકડ સિવાય કંઇ હાથ લાગ્યું ન હોય તેવું હાલ પ્રાથમિક ધોરણે જાણવા મળે છે છતા તહેવારોને લઇને નાઇટ પેટ્રોલીંગ સઘન કરવા લોકો માંગ કરી રહ્યા છે.
મોરબીના હળવદ હાઈવે રોડ ઉપરની હરિઓમ સોસાયટીમાં મારુતિ પાન નામની દુકાન કેજે મણીભાઈ મહાદેવભાઇ સાદરીયાની છે તેઓની દુકાનના તાળા રાત દરમ્યાન તસ્કરોએ તોડયા હતા જોકે દુકાનમાંથી કોઈ મોટી રકમ હાથ લાગી ન હોય તસ્કરોને ફોગટ ફેરો થયો હતો.એ રીતે જ ત્યાં નજીકમાં હરીઓમ પાર્કમાં આવેલ લુંણસરવાળાના મકાનના પણ તાળા તોડીને ચોરીનો પ્રયાસ કર્યો છે જોકે હાલ સાતમ-આઠમના તહેવારો નિમિત્તે તે પરિવાર બહારગામ ગયેલ હોય તેના ઘરમાંથી કેટલી ચોરી થઈ છે તે જાણવા મળ્યુંનથી. ત્યાંના સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યા મુજબ પંદરેક દિવસ અગાઉ પણ ત્યાં જ એક મકાનના તાળા તૂટયા હતા અવારનવાર આ વિસ્તારમાં ચોરી થતી હોય નાઈટ પેટ્રોલીંગ સઘન બનાવવામાં આવે તેવી ત્યાંના રહેવાસીઓ માંગ કરી રહ્યા છે.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide