રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન પતિ-પત્નીનું મોત થતા પુત્ર બન્યો નોંધારો
મોરબી : તાજેતરમા મોરબી શહેરના લીલાપર રોડ સ્થિત ફખરી સોસાયટીમાં ચાર દિવસ પૂર્વે રાંધણગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા પરિવારના ત્રણ સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જે પૈકી વ્હોરા પતિ-પત્નિનું રાજકોટ સ્થિત ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. જ્યારે પુત્ર ગંભીર હાલતમાં હજુ સારવાર હેઠળ છે.
લીલાપર રોડ સ્થિત ફખરી સોસાયટીમાં રહેતા વ્હોરા પરિવારના ઘરમાં ગત તારીખ 11 સપ્ટેમ્બરના રોજ રાંધણગેસના સિલિન્ડરમાં કોઈ કારણોસર બ્લાસ્ટ થતા પતિ-પત્ની અને પુત્રને ગંભીર ઇજાઓ થતા રાજકોટ સ્થિત ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં ચાર દિવસની સારવાર કારગત ન નિવડતા આજે હુસેનભાઈ મોહંમદભાઈ નગરીયા અને તેમના પત્ની સકીનાબેનનું નિધન થયું હતું. જ્યારે 6 વર્ષીય પુત્ર હજુ સારવાર હેઠળ છે. ઉક્ત બનાવની નોંધ લેતા રાજકોટના યુનિવર્સીટી પોલીસ સ્ટેશન દ્વારા મોરબી એ.ડીવી.પોલીસને જાણ કરાતા મોરબીથી પોલીસ રાજકોટ હોસ્પિટલ જવા રવાના થઈ છે જ્યાં કાગળોની કાર્યવાહી પુરી કરી ડેડબોડીને પીએમ. અર્થે ખસેડવાની તજવીજ યુનિ.પોલીસે હાથ ધરેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide