અન્ય બેથી ત્રણ પાણીના વાલ્વમાંથી મોટી માત્રામાં થતો પાણીનો બગાડ : પાણીની અછત વચ્ચે જ પાણીનો ખોટી રીતે વેડફાટ થતા લોકોમાં રોષ
મોરબી : મોરબીમાં પાણીની અછત વચ્ચે પાણીનું યોગ્ય જતન ન થવાથી ઠેરઠેર થતી રીતે પાણીનો બગાડ થતા છેવાડાના લોકો પાણીના એકએક બુંદ માટે તરસી રહ્યા છે. જેમાં તંત્રની બેદરકારીને કારણે લીલાપર રોડ પર આવેલા પાણીના વાલ્વમાંથી છેલ્લા ઘણા સમયથી હજારો લીટર પાણીનો બગાડ થાય છે. આવી જ રીતે અન્ય બેથી ત્રણ પાણીના વાલ્વમાંથી પણ પાણીનો બગાડ થતો હોવાથી પાણીની અછત વખતે પાણી જતન ન કરી શકનાર તંત્ર સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
મોરબીના લીલાપર રોડના સ્મશાન ગૃહની બાજુમાં આવેલ નર્મદાની પાઇપ લાઇનના પાણીના વાલ્વમાંથી સતત પાણી નીચે ટપકે છે. છેલ્લા ઘણા સમયથી આ પાણીના વાલ્વમાંથી ઘણા સમયથી દરરોજ અવિરતપણે પાણી નીચે પડી રહ્યું છે અને આવી રીતે દરરોજ હજારો લીટર પાણી નીચે નાળામાં વહી જાય છે. પાણીનો મોટી માત્રામાં બગાડ થાય છે. સતત ઘણા સમયથી પાણીનો બેફામ બગાડ થતો હોવા છતાં જાણે તંત્રના આખે અંધાપો આવી ગયો હોય તેમ આ સમસ્યા હલ કરવાની કોઈ તસ્દી લેવાતી નથી. ઉપરાંત આ રોડ પર પાણીની લાઇન પણ તૂટી ગઈ છે. તેથી પાણી વિતરણના સમયે આ તૂટેલી પાણીની લાઈનમાંથી પાણી ખોટી રીતે વહીને આસપાસમાં તલાવડા ભરાઈ છે. રોડ પર પાણી ભરાવવાથી વાહન ચાલકોને અવરજવરમાં ભારે હાલાકી પડે છે. તેમજ દરબાર ગઢ પાસે આવેલા પાણીના વાલ્વમાંથી સતત પાણીનો બગાડ થાય છે. આમ આવી રીતે બેથી ત્રણ પાણીના વાલ્વમાંથી પાણી ખોટી રીતે મોટી માત્રામાં વહી જાય છે. હાલમાં ચાલી રહેલી પાણીની ભારે ખેંચ વચ્ચે પણ તંત્ર પાણીની યોગ્ય જાળવણી ન કરી શકતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે જાગૃત નાગરિકોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે, અણીના સમયે તંત્ર પાણીનો ખોટી રીતે થતો બગાડ અટકાવીને છેવાડે પાણી પહોંચે તેવી કાર્યવાહી કરે તે જરૂરી છે.
મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide