મોરબી : શાક માર્કેટ પાછળ ઉભરાતી ગટર મામલે રોષે ભરાયેલ વેપારીઓની કલેક્ટરને રજૂઆત

0
111
/

લાંબા સમયથી ઉભરાતી ગટરની સમસ્યા ઉકેલવામાં પાલિકા તંત્ર નિભરતાંની હદ વટોળી દેતા અંતે આજે વેપારીઓએ રોષભેર કલેકટરને રજુઆત કરી

મોરબી : મોરબીના શાક માર્કેટના પાછળના ભાગે નિભર તંત્રના પાપે ગટરના દૂષિત પાણી ભરાવવાની સમસ્યા કાયમી બની ગઈ છે.નિભર તંત્રએ આ ગટરની સમસ્યા ઉકેલવામાં હદ બહારની બેદરકારી દાખવતા લાંબા સમયથી શાક માર્કેટના પાછળના ભાગે ગટરના ભરાતા ગંદા પાણી ભરાવવાની સમસ્યા ઠેરની ઠેર જ રેહતા સ્થાનિક વેપારીઓ અકળાઈ ઉઠ્યા હતા. આથી આજે વેપારીઓએ કલેકટરને આ ગંભીર પ્રશ્ને રોષભેર રજુઆત કરી હતી.

મોરબીના શાક માર્કેટનો પાછળનો ભાગ પાલિકા તંત્રની અક્ષમ્ય બેદરકારીના કારણે લાંબા સમયથી ગંદકીનું ધામ બની ગયો છે. મુખ્ય શાક માર્કેટ પાછળનો રસ્તા પર આવેલી દુકાનો પાસે જ સતત ગટરના ગંદા પાણી ભરાયેલા રહે છે. દુકાનો પાસે ગટરના ગંદા પાણી ભરાવવાથી બેસુમાર ગંદકી ફેલાઈ છે. જોકે આ લાંબા સમયથી ગટર ઉભરાવવની ગંભીર સમસ્યા છે. અહીંયા વારંવાર ભૂગર્ભ ગટર ઉભરાતી હોવાથી આ સ્થળે બારેમાસ ગંદા પાણી ભરાઈ રહે છે પણ પાલિકા તંત્રએ નિભરતાની હદ વટોળી દેતા આ ગંભીર સમસ્યા લાંબા સમયથી ઠેરની ઠેર જ રહી છે. આ મામલે અનેક રજૂઆતો કરવા છતાં પાલિકા તંત્ર આ ગંભીર સમસ્યા હલ કરવાની કોઈ તસ્દી ન લેતા વેપરીઓની ધીરજ ખૂટી ગઈ છે અને આજે શાક માર્કેટના પાછળના ભાગે દુકાનો ધરાવતા વેપારીઓ કલેકટર કચેરીએ દોડી જઈને આક્રોશભેર રજુઆત કરી હતીશાક માર્કેટના પાછળના ભાગે લાંબા સમયથી ગભરાતા ગટરના ગંદા પાણીથી પ્રભાવિત થયેલા વેપારીઓએ કલેકટર સમક્ષ ઉગ્ર રજુઆત કરી હતી કે, નિભર તંત્રના પાપે ઘણા સમયથી ગટરના ગંદા પાણી ભરવાની સમસ્યાઓ ભોગવી રહ્યા છે.ગટરના ગંદા પાણી ભરાવવાથી વેપારીઓના વેપાર ધંધા પર માઠી અસર થયા છે. ઘણી વખત વેપાર બધ રાખવા પડે છે. દુકાનો પાસે ગંદકી ભરાયેલી હોવાથી લોકો પણ ખરીદી માટે તેમની દુકાને આવતા નથી અને ઘરાકી પર ભારે અસર થાય છે.તેમાંય ચોમાસામાં સામાન્ય વરસાદમાં પણ બદતર સ્થિતિ થઈ જાય છે. વધુ વરસાદ પડે તો કલ્પના ન કરી શકાય તેવી મુશ્કેલી વેઠવી પડે તેમ છે. હમણાં જ સામાન્ય વરસાદમાં ગંભીર સ્થિતિ થઈ ગઈ હતી.હાલ પણ ગટરના ગંદા પાણી ભરાયેલા હોવા છતાં પાલિકા તંત્ર જરાય ધ્યાન આપતું નથી.આથી વેપારીઓએ કલેકટરને રજુઆત કરીને તેમની કાયમી સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવાની ઉગ્ર માંગ કરી હતી

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/