રસીકરણ માટે જલારામ પ્રાર્થના મંદિર ખાતે બકુલભાઈ રાચ્છનો પણ સંપર્ક કરી શકાશે
મોરબી : હાલ સમગ્ર વિશ્વમા કોરોનાની મહામારી એ હાહાકાર મચાવ્યો છે. ત્યારે વર્ષ 2021 સમગ્ર વિશ્વ માટે આશાનુ એક નવુ કીરણ લઈને આવ્યુ છે. કોરોના પ્રતિરોધક રસી ઉપલબ્ધ બનતાની સાથે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારે રસીકરણ અભિયાનને પુરજોશમા વેગ આપ્યો છે. જેથી, ઝડપથી આ વિશ્વવ્યાપી મહામારીમાંથી દેશ મુક્ત બની શકે. સરકાર દ્વારા તબક્કાવાર રસીકરણ અભિયાન ચલાવવામા આવી રહ્યુ છે.
ત્યારે મોરબી લોહાણા સમાજના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, પ્રફુલ્લભાઈ પોપટ (મંત્રી), રાજુભાઈ સેતા, નિર્મિત કક્કડ સહીતનાએ મોરબી જીલ્લાના ડી.ડી.ઓ. ભગદેવ તથા મુખ્ય આરોગ્ય અધિકારી જે. એમ. કતિરા સાથે મુલાકાત કરી, તેમના માર્ગદર્શન હેઠળ આરોગ્ય તંત્ર સાથે સંકલન સાધી લોહાણા સમાજના વડીલોને કોરોના પ્રતિરોધક રસી ઉપલબ્ધ બને તે અંગે આયોજન પણ કર્યુ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide