મોરબી: ત્રાજપર ચોકડી નજીક લુખ્ખાઓનો આતંક: રિક્ષામાં તોડફોડ

0
421
/

મોરબી: મોરબીના ત્રાજપર ચારરસ્તા પાસે માથાભારે શખ્શો દ્વારા સોડા ની રીક્ષા ચાલવતા યુવાનની રિક્ષામાં નજીવી બાબતે તોડફોડ કર્યાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સોદાની રિકશા ચલાવતો યુવાન તૌફીક જયારે ત્રાજપર ચોકડી નજીક એસ્સાર પેટ્રોલ પમ્પ ની પાછળ આવેલ કિરાણાની દુકાને સોડા આપવા રીક્ષા લઈને જતો હતો ત્યારે નજીવી બાબતે માથાભારે શખ્શો દ્વારા નજીવી બાબતે તેની સાથે બોલાચાલી કરી રીક્ષા પર કુહાડા વડે તૂટી પડયા હતા રિક્ષાના કાંચ નને તોડી નાખ્યો હતો જોકે તૌફીક ત્યાંથી પોતાનો જીવ બચાવી ભાગી ગયો હતો પરંતુ દારૂ પી ને અમુક માથાભારે શખ્શો દ્વારા રિક્ષામાં તોડફોડ કરવાની ઘટનાને પગલે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો આ બનાવની જાણ 100 નંબર પર પોલીસ ને કરાતા હાલ પોલીસ આરોપીઓને શોધી રહી હોવાના સમાચાર છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/