મોરબી: મચ્છુ-2 ડેમના તમામ 18 દરવાજા 12 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા

0
753
/
ઉપરવાસના ભારે વરસાદને કારણે મચ્છુ 2 ડેમ રાતોરાત થયો ઓવરફ્લો થયો !!

મોરબી : ગઈકાલે સાંજે 28 ફૂટ ભરાયેલો મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ ઉપરવાસના ભારે વરસાદને કારણે રાતોરાત ઓવરફ્લો થતા ડેમના તમામ 18 દરવાજા 12 ફૂટ સુધી તબક્કાવાર ખોલાતા નીચાણવાળા વિસ્તારોને હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે.

મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ રાતોરાત છલકાઈ જતા ડેમના તમામ 18 દરવાજા તકેદારીના ભાગરૂપે તબક્કાવાર 12 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાં 1036 ક્યુસેક પાણીની આવક સામે એટલી જ જળરાશી છોડવામાં આવી રહી છે. ડેમની સાઇટ પરથી આ દ્રશ્ય જાણે સમુદ્ર ઘૂઘવતો હોય તેવું ભાસી રહ્યું છે. કોરોના મહામારીને લઈને ડેમ પર જવા આવવા પર અગાઉથી જ પ્રતિબંધ હોય લોકો ડેમ પર નથી આવી રહ્યા. જો કે તંત્રએ વધુ એક વખત લોકોને ડેમ સાઇટ તરફ ન જવા માટે અનુરોધ કર્યો છે. મોરબી અપડેટની ટીમ દ્વારા છલકાતા ડેમનો મનમોહક નજારો વ્યુઅર્સ માટે કેપ્ચર કર્યો છે. લોકો ઘેર બેઠા જ ઉછળતા મોજા સ્વરૂપ છલકાતા ડેમનો નજારો ઓનલાઈન માણી રહેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/