મોરબીમાં ભારે વરસાદથી શહેરમાં ઠેર ઠેર નુકશાની અને હાલાકીની તસવીરો

0
206
/

મોરબી : તાંજેતરમા પાછલા 2 દિવસથી વરસી રહેલા વરસાદ અને ઉપરવાસમાં પણ પડી રહેલા ભારે વરસાદને પગલે મોરબી શહેર પાણી પાણી થઈ ગયું છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાને અભાવે જ્યાં જુવો ત્યાં પાણી ફરી વળ્યાં છે.

મોરબીના વિવિધ વિસ્તારોમાંથી તારાજીના અહેવાલો મળી રહ્યા છે. જેમાં મોરબીના બંધુનગર નજીક નેશનલ હાઇવે પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પહોંચી છે.
રિલીફ નગર સોસાયટીમાં એક મોટું વૃક્ષ ધરાશાઈ થઈ ગયું છે. જો કે સદનસીબે કોઈ નુકશાની થઈ નથી.
અવની ચોકડી પર પાણી ફરી વળતા પુર જેવા દ્રશ્યો સર્જાયા છે. ટુ વહિલરો બંધ પડી જતા લોકો તેને દોરીને લઈ જતા જોવા મળ્યા છે.
પંચાસર રોડ પાણીમાં ગરકાવ થઈ જતા ટ્રાફિક અવરોધાયો છે.

જ્યારે શનાળા રાેડ પર આવેલા ચિત્રાનગર, સાેસાયટી અને ભરતનગર સાેસાયટી વચ્ચે આવેલા નાલા પરથી હોકળાનું પાણી વહી રહ્યું છે. આજુબાજુના વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસતા લોકો પોતાનો સમાન બચાવવા દોડાદોડી કરતા નજરે પડ્યા હતા. વાવડી રોડ રવીપાર્ક સોસાયટીમાં પણ ચારેતરફ પાણી ફરી વળતા સ્થાનિકોની હલાકીમાં વધારો થયો છે.

પંચાસર રોડ પર પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને રહેણાંક મકાનો તથા ફેક્ટરીઓમાં પાણી ઘુસી ગયા છે. પંચાસર રોડ સ્થિત ગીતા ઓઇલ મિલમાં પાણી ઘુસ્યા છે. મચ્છુ નદી પાસે આવેલા મચ્છુ માતાના મંદિર નજીક પાણી ઘૂઘવટા મારી રહ્યું છે. રવાપર રેડીડેન્સી અને રવાપર ગુંદા રોડ પર પાણી ફરી વળતા લોકો ભયભીત બન્યા છે.

મોરબી માર્કેટિંગ યાર્ડમાં પાણી ભરાતા વેપારીઓની ચિંતામાં વધારો થયો છે. યાર્ડની દુકાનોમાં રાખેલા રેકોર્ડ અને નાની મોટી જણસી બચાવવાની કવાયત હાથ ધરવામાં આવેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/