મોરબીની મધુસ્મૃતી સોસાયટીના મકાનમાંથી ૮૪ બોટલ દારૂ સાથે એક ઝડપાયો

26
293
/

શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ મધુ સ્મૃતિ સોસાયટીના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની પોલીસને બાતમી મળી હતી જેથી બી ડીવીઝન પોલીસની ટીમ દ્વારા રેડ કરવામાં આવતા ઘરમાંથી જુદીજુદી બ્રાન્ડનો ૮૪ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી

મોરબી જીલ્લામાં એસપી ડો.કરનરાજ વાઘેલા દ્વારા પ્રોહી જુગાર ડ્રાઇવ રાખવામા આવેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝનના પીઆઈ આઇ.એમ.કોંઢીયા સુચનાથી કોન્સ્ટેબલ વનરાજભાઇ ચાવડાને મળેલ બાતમીના આધારે શોભેશ્વર મંદિરની સામેના ભાગમાં આવેલા મધુ સ્મૃતિ સોસાયટીના રહેણાક મકાનમાં ઇંગ્લીશ દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી મેકડોલ નં. ૧ કાંપનીની ઇંગ્લીશ દારૂની બોટલો નાંગ-૪૭ તથા રોયલ ચેલેન્જ કાંપનીની ઇંગ્લીશ દારૂની ૩૭ બોટલ મળી આવી હતી જેથી કુલ મળીને ૨૫,૨૦૦/-નો મુદામલા કબજે કરીને પોલીસે આરોપી હર્ષભાઈ પોપટભાઈ ચૌહાણ જાતે-કોળી ઉ.વ. ૩૧ની ધરપકડ કરેલ છે આ કામગીરીમા કીશોરદાન ગઢવી, કે.વી.ચાવડા, પી.એમ.પરમાર, રમેશભાઇ મીયાત્રા, અર્જુનસિંહ ઝાલા, મુકેશભાઈ જીલરીયા તથા ભાનુભાઈ બાલાસરા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.