પત્નીના નામની મિલકત પોતાના નામે કરી લેવા માટે પતિએ પત્નીને મોઢા ઉપર બચકું ભરીયુ

17
219
/
/
/
સામાન્ય રીતે ટેક્સમાં રાહત સહિતના ફાયદા હોવાના કારણે ઘણા લોકો પોતાની પત્નીના નામે મિલકતો ચઢાવતા હોય છે જોકે મોરબી શહેરના સામા કાંઠા વિસ્તારમાં ગઈકાલે એક વિચિત્ર બનાવ બન્યો હતો જેમાં પત્નીના નામે મકાન હોવાથી પતિએ તે મકાન પોતાના નામે કરવા માટે પત્નીને માર માર્યો હતો અને મોઢાના ભાગે પત્નીને બચકું ભરી લીધું હતું જેથી કરીને આ બનાવમાં ભોગ બનનાર પરિણીતાએ મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના કાંઠા વિસ્તારમાં આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતા દક્ષાબેન મહેશભાઈ વાઘેલાએ તેના પતિ મહેશભાઈ મનસુખભાઇ વાઘેલા સામે ફરીયાદ નોંધાવેલ છે સીમા દક્ષાબેન લખાવી છે કે હાલમાં તેઓ જે મકાનની અંદર રહ્યા છે તે મકાન તેઓના નામે છે પરંતુ તેના પતિ મહેશ ભાઈને આ વખત પોતાના નામે કરાવવુ હોવાથી તે બાબતે પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા અને તેઓના પતિ મહેશભાઈ તેઓના લાકડી વડે અને ઢીકાપાટુનો માર મારતા હતા દરમિયાન છેલ્લે થયેલા ઝઘડામાં દક્ષાબેન ને મહેશભાઈ એ મોઢા ઉપર બચકું ભરી લીધું હતું તેમજ નિકિતા બેનને પણ ગીતા પાટુનો માર માર્યો હતો જેથી પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

17 COMMENTS

Comments are closed.