રૂ. 3,375નો વિદેશી દારૂ મળી આવ્યો
મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા મહેન્દ્રનગરના એક રહેણાંકમાંથી બે શખ્સોને વિદેશી દારૂની બોટલો સાથે પકડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી રૂ. 3,375નો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
ગઈકાલે તા. 29ના રોજ મોરબીના મહેન્દ્રનગરમાં સી.એન.જી. પંપની સામે આવેલ સાનીધ્ય પાર્કમા પ્રભુભાઇ નથુભાઇ ચડાસણીયાના મકાનમા બીજા માળે ભાર્ગવભાઇ અશોકભાઇ પરસાણીયા (ઉ.વ. ૨૭, ધંધો મજુરી, રહે મુળ જુથળ સમાજ પાછળ, નવા પ્લોટમા, તા કેશોદ, જી જુનાગઢ, હાલ મહેન્દ્રનગર, સાનીધ્ય પાર્ક) તથા રોહિતભાઇ હરીલાલભાઇ ભુત (ઉ.વ. ૨૫, ધંધો પ્રા નોકરી, રહે લખતર, તા જોડીયા, જી જામનગર, હાલ મહેન્દ્રનગર, શ્યામ પાર્ક)એ ગેરકાયદેસર પાસ, પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ સીલપેક ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૯, કી.રૂ. ૩૩૭૫/- વેચાણ કરવાના ઇરાદે રાખેલ હતી. આ બનાવમાં પોલીસે આરોપીઓ ભાર્ગવભાઇ તથા રોહિતભાઇને પકડી પાડવામાં આવ્યા હતા. તેમજ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide