મોરબી જિલ્લામાં કર્ફ્યુ ભંગ કરનાર 5 સામે ગુન્હો દાખલ થયો

0
76
/

મોરબી : અનલોક 1.0ના બે દિવસ બાકી છે ત્યારે રાત્રે 9 વાગ્યા બાદ કર્ફ્યુની અમલવારીને અવગણીને રાત્રે 9 વાગ્યા બાદ દુકાનો ખુલ્લી રાખતા તથા ખાસ કામ વગર બહાર રતા કુલ 5 લોકો સામે મોરબી જિલ્લામાં કલમ 188 મુજબ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના કોઠીગામ ખાતે ઇબ્રાહિમ ગાજીભાઈ બાદી નામના દુકાનદારે પોતાની પાન-બીડીની દુકાન રાત્રે 9 વાગ્યા બાદ પણ ખુલ્લી રાખતા પોલીસે તેની સામે ગુન્હો નોંધી અટકાયતી પગલાં ભર્યા છે. જયારે મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલિકા પ્લોટ ખાતે હનીફ રજાકભાઈ મીર નામના દુકાનદારે કર્ફ્યુની અમલવારીના સમયગાળા દરમ્યાન પોતાની ઠંડા પીણાંની દુકાન ખુલ્લી રાખતા તેની સામે કલમ 188 મુજબ ગુન્હો દાખલ કરાયો છે. મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશનની હદમાં આવતા માળીયા ફાટક પાસેથી કરણ સોમાભાઈ હળવદિયા, મનોજ વિજયભાઈ હળવદિયા અને રાજેન્દ્ર વિજયભાઈ હળવદિયાને રાત્રે મોડે સુધી કોઈ ખાસ કામ વગર બહાર નીકળતા બાઈક સાથે અટકાવીને તેની સામે કલમ 188 મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/