માળીયા (મી.) : તાજેતરમા માળીયાના માણાબા ગામે સગીરાનું દાઝી જવાથી સારવારમાં મોત નીપજ્યું હતું. આ બનાવની માળીયા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયાના માણાબા ગામે રહેતી નેહલબેન દાનાભાઈ પરમાર (ઉ.વ.16) નામની સગીરા ગત તા.28 ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર આખા શરીરે ગંભીર રીતે દાઝી ગઈ હતી.
આથી, સગીરાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં તેણીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. માળીયા પોલીસે આ બનાવની નોંધ કરીને બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide