ભીડને કારણે સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ, યોગ્ય વ્યવસ્થા ગોઠવી જરૂરી : એજન્ટો ફોર્મ ભરવાના વધુ પૈસા લેતાં હોવાની રાવ
મોરબી : બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થઈ ગયા છે ત્યારે હવે મોરબીમાં આવક, જાતિના દાખલા કઢાવવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓએ મામલતદાર કચેરીએ ઘસારો કર્યો છે. જોકે આજે વિધાર્થીઓ સહિતના લોકોની ભીડ એટલી હદે જામી હતી કે સોશ્યલ ડિટસન્સનો અભાવ જોવા મળ્યો હતો. મામલતદાર કચેરીએ વ્યવસ્થાનો અભાવ હોવાથી ટોળું એકઠું થયું હતું.
બોર્ડની પરીક્ષામાં પરિણામ બાદ હવે આગળ અભ્યાસ માટે જરૂર પડતા આવક અને જાતિ સહિતના પ્રમાણપત્ર કઢાવવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓની દોડધામ વધી છે. આ કામગીરી માટે વિધાર્થીઓ અને વાલીઓની મોટી સંખ્યામાં મામલતદાર કચેરીએ ભીડ જામી હતી. તેથી, સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. જ્યારે સામાન્ય વર્ગના લોકોને આવક સહિતના દાખલાના ફોર્મ ભરવા માટે લૂંટાવું પડ્યું હોવાની બુમરાણ ઉઠી હતી. જેમાં ફોર્મ ભરવા માટે એજન્ટોએ લોકો પાસેથી રૂ.40 થી 50 રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ ઉઠી હતી.
સામાન્ય રીતે ફોર્મ ભરવાના રૂ.5 થી 10 રૂપિયા લેવાના હોય છે. એના બદલે આ કચેરીની બહાર ગ્રાઉન્ડમાં એજન્ટોએ ફોર્મ ભરવા માટે લોકો પાસેથી વધુ રૂપિયા પડાવ્યા હતા. અને એફિડેવિટ માટે બેફામ નાણાં પડાવ્યા હતા. જોકે લોકો એફિડેવિટ કર્યા વગર કામગીરી કરવા જાય તો કોઈને કોઈ ખામી દેખાતી પરત કાઢી મુકાય છે. જોકે ગયા વર્ષે તંત્ર તરફથી ફોર્મ ભરવા માટે આ કચેરીએ યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તેથી, આ વખતે પણ ફોર્મ ભરવા માટે લોકોને લુટાતા બચાવવા માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવે તેવી તંત્ર સમક્ષ લોકોએ માંગ કરી છે. તેમજ આવક, જાતિ, કીમિલિયર સર્ટી કઢાવવા માટે તંત્ર યોગ્ય વ્યવસ્થા ગોઠવે તો સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેવી માંગણી ઉઠી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide