મોરબીના ક્રીપ્ટોન સીરામીક અને ગ્રીન આર્મી ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ કરાયું

0
54
/

મોરબી : હાલમાં ચોમાસા દરમિયાન કુદરતી પાણી મળી રહેવાથી પર્યાવરણ જતન માટે અનેક સંસ્થાઓ દ્વારા રોપાઓની વિતરણ તથા તે વાવવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબીના જેતપર રોડ પર પાવડીયારી કેનાલ પાસે આવેલ ક્રીપ્ટોન સીરામીક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગત તા. 14ના રોજ કંપનીના કેમ્પસમાં આશરે 150થી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. ક્રીપ્ટોન કંપની દ્વારા વૃક્ષારોપણ થકી અન્ય કંપનીઓને વૃક્ષ વાવવા તથા પ્રદુષણ ઘટાડવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, મોરબી જીલ્લાના પીપળી ગામમાં ગઈકાલે બપોરના સમયે ગ્રીન આર્મી ગ્રુપ તેમજ પીપળી ગામના યુવાનોએ સાથે મળીને 30થી વધારે વૃક્ષો વાવ્યા હતા. જેમાં મુખ્યત્વે વડ, પીપળો, લીમડો, કરંજ, ગુલમહોર જેવા વૃક્ષોના રોપાઓને વાવવામાં આવ્યા હતાં. તેમજ પીપળી ગામના યુવાનોએ ભવિષ્યમાં પણ આવા આયોજન કરીને ગામમાં હરીયાળી લાવવા માટે તત્પરતા દાખવેલ હતી.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/