મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં પીપીઈ કીટ પહેરી ઉભો રહીશ: લલિત કગથરાનો હુંકાર

0
290
/

મેદાન છોડીને જાય તે લલિત કગથરા નહિ, ધારાસભ્યએ કર્યો લલકાર : પૂરી તાકાતથી પેનલ કામે લગાડી, પરિણામ પણ નિશ્ચિત જ હોવાનો લલિતભાઈનો દાવો

મોરબી : હાલ ટંકારા- પડધરી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ મોરબી માર્કેટિંગ યાર્ડની ચુટણીને લઈને મોટી જાહેરાત કરી છે. તેઓ હાલ કોરોનાગ્રસ્ત હોય ચૂંટણીમાં નહિ ઉભા રહે તેવી વાતો ઉપર ખંડન કરતા તેઓએ નિવેદન આપ્યું છે કે આવતીકાલે ચૂંટણીમાં તેઓ પીપીઈ કીટ પહેરીને ઉભા રહેવાના છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

ધારાસભ્ય લલિતભાઈ કગથરા હાલ કોરોનાગ્રસ્ત છે. તેઓ હોમ આઇસોલેટ થયેલા છે. આ દરમિયાન મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીને લઈને તેઓએ પોતાનો એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે આવતીકાલે તા.31ના રોજ મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીમાં તેઓ ઘાયલ સિંહની જેમ મેદાનમાં ઉભા રહેશે. તેઓ પીપીઈ કીટ પહેરીને આ ચૂંટણીમાં ઉભા રહીને પણ ચૂંટણી લડશે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/