મોરબીમાં શહીદ દિન નિમિત્તે વિધાર્થીઓ માટે નિબંધ લેખન સ્પર્ધા યોજાઈ

20
281
/

યંગ ઇન્ડિયા ગ્રુપ અને નીલકંઠ વિદ્યાલય દ્વારા નવી પેઢીને સ્વતંત્રતા સંગ્રામના કાંતિકારો વિશે સમજ આપવા નિબંધ સ્પર્ધા યોજાઈ

મોરબી : આગામી 23 માર્ચ શહીદ દિન નિમિત્તે સ્વતંત્રતા સંગ્રામના ક્રાંતિકારીઓ વિશે નવી પેઢી સાચું જ્ઞાન મેળવી તેમના જીવન પરથી બોધપાઠ મેળવે તેવા હેતુસર મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને નીલકંઠ વિધાલય દ્વારા નિબંધ લેખન સર્પધા યોજાઈ હતી.જેમાં 220 વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ નિબંધ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિધાર્થીને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરાયા હતા.

મોરબીમાં યંગ ઇન્ડિયા તહેવારોની કંઇક અનોખી અને જુદી જ રીતે ઉજવવા માટે જાણીતું છે ત્યારે આજે 23 માર્ચ શહિદ દિન નિમિતે ભારતને આઝાદી અપાવવામાં દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર ભગતસિંહ,સુખદેવ,રાજગુરુને શ્રધાંજલી આપવા માટે અને આજના યુવાનો,વિદ્યાર્થીઓ ક્રાંતિકારીઓ વિશે,જાણે,સમજે એ માટે નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું,નિબંધ લેખનના વિષયો ભારતનો સ્વતંત્ર સંગ્રામ .આઝાદીના ઇતિહાસની ક્રાંતિકારી ચળવળ,.આઝાદીના ઇતિહાસનું અવિસ્મરણીય પાત્ર એટલે શહીદ ભગતસિંહ. નિબંધ લેખન માટે એક કલાકનો સમય આપવામાં આવ્યો હતો,આ સ્પર્ધામાં ધોરણ 8 થી કોલેજ સુધીના 220જેટલાવિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, ભાગ લેનાર તમામ ને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા અને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક એન બન્ને ગ્રુપમાંથી 1થી 3 નંબર પ્રાપ્ત કરનારને જાહેર કાર્યક્રમમાં સ્મૃતિચિહ્નન અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ નિબંધ લેખન સ્પર્ધાને સફળ બનાવવા દેવેનભાઈ રબારી,દિનેશભાઈ વડસોલા, મનોજભાઈ જોષી, દક્ષાબેન, જે.પી પાડલિયા,નવનીતભાઈ કાસુંદ્રા વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

20 COMMENTS

Comments are closed.