પત્નીના સાઢુંભાઈ સાથેના આડા સબંધની શંકાએ યુવકે નિર્દોષ બાળકની ક્રૂર હત્યા કર્યાની કબૂલાત
મોરબી : મોરબીના ઘુન્ડા ગામની સીમમાં તરુણની હત્યા કરી લાશને સળગાવી દીધી હોવાનો બનાવમાં પોલીસ તપાસમાં બાળકની હત્યા તેના સગા માસાએ કરી હોવાની ચોકવનારી વિગતો પ્રકાશમાં આવી છે. જ્યારે બાળકને બાઇકમાં ચક્કર મારવાના બહાને ઘુન્ડાની સિમમાં લઇ જઇ હત્યારા માસએ પ્રથમ બાળકનું ગળું દબાવી હત્યા કર્યા બાદ લાશને સંપૂર્ણ સળગાવી નાખી હોવાની કબૂલાત હત્યારા માસાએ આપતા પોલીસે તેની ધરપકડ કરી છે
જુઓ બનાવ અંગે પોલીસ અધિકારીનો ઇન્ટરવ્યૂ..
.આ હીંચકારીભર્યા હત્યાના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ઘુન્ડા ગામની સીમમાં આજે એક તરુણની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી બનાવની તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમીક તપાસમાં આ બનાવ હત્યાનો હોવાનું તારણ નીકળ્યું છે અને મૃતક હિતેશ અશોકભાઈ ચાવડા ઉ.વ.11 નામનો તરુણ હોવાની ઓળખ મળી છે. વધુમાં જાણવા મળતી વિગતો અનુસાર આ હતભાગી તરુણ મૂળ મોરબી તાલુકાના પાનેલી ગામનો વતની અને હાલ મોરબી વજેપરમાં તેના મામાના ઘરે રહી ઓમ શાંતિ વિધાલયમાં અભ્યાસ કરતો હતો. જોકે તે ગઈકાલે સાંજના સમયે અચાનક ગુમ થઈ ગયો હતો. બાદમાં તેના અપહરણની ફરિયાદ નોંધાઇ હતી. જેની તપાસમાં બાળકના માસા હાર્દિક ચાવડાની ભૂમિકા શંકાસ્પદ લાગતા પોલીસે તેની આગવી ઢબે પૂછપરછ કરતા અંતે હાર્દિક ચાવડાએ પોતેજ બાળકની હત્યા કર્યાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. આ અંગે મોરબી એ ડિવિઝન પીઆઇ ચૌધરીએ જણાવ્યું હતું કે હાર્દિક ચાવડા નામના યુવકે આ બાળકની હત્યા કરી છે. યુવક બાળકનો સગો માસો થાય છે. અને યુવકની પત્નીના બાળકના પિતા સાથે આડા સબંધો હોવાની શંકાએ અને પોતાની પત્ની આ બાળક પ્રત્યે વધુ લાગણી ધરાવતી હોવાથી યુવકે ગઈ કાલે સાંજે મૃતક હિતેશ અશોકભાઈ ચાવડાને બાઇકમાં બેસાડી રવાપર ઘુન્ડા રોડ પર સીમમાં બાળકને લઇ જઇ તેનું ગળું દબાવી હત્યા કરી લાશને સંપૂર્ણ સળગાવી નાખી હતી. હાલ પોલીસે આરોપી હાર્દિક ચાવડાની ધરપકડ કરી છે. તેમેજ આ હત્યાના ગુન્હામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide