મોરબીના નાની વાવડી ગામે કચ્છના માલધારીઓની 250 ગાયોના નિભાવની જવાબદારી ઉપાડી

0
120
/
ભૂખે તરસે ભભરડા નાખતી ગોમાતાને બચાવવા માલધારીઓએ મદદનો પોકાર કરતા ગ્રામજનો આવ્યા વ્હારેગ્રામજનોએ પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરીને મોતના મુખમાંથી ગોમાતાઓને ઉગારી લીધી
ચોમાસા સુધી ગોમાતાઓના નિભાવની ગ્રામજનોએ જવાબદારી લીધી

મોરબી : રાજ્યમાં ગતવર્ષે ઓછા વરસાદ પડતાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. ત્યારે કચ્છમાં દુષ્કાળની ગંભીર સ્થિતિ છે. માલધારીઓના માલઢોર પાણી અને ચારાના અભાવે ભૂખ તરસે  રિબાઈ રહ્યા હોવાથી માલધારીઓએ માલઢોરને બચાવવા માટે મોરબીના નાની વાવડી ગામે હિજરત કરી હતી. ત્યારે ગ્રામજનો ભૂખ તરસે ભભરડા નાખતી 250 જેટલી ગાયો માટે પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરી છે અને ગામલોકોએ ચોમાસા સુધી આ ગાયોનો નિભાવ કરવાની જવાબદારી ઉઠાવી છે કચ્છમાં ગતવર્ષે સૌથી ઓછો વરસાદ પડતાં દુષ્કાળ પડ્યો છે. જાન્યુઆરી માસથી જ દુષ્કાળની ગંભીર સ્થિતિ ઉદભવી હતી. તેથી પાણીના સાસા પડવા લાગ્યા છે અને ધરાચારની મોટી તંગી ઉભી થઇ છે તેથી કચ્છના માલધારીઓને પોતાના માલઢોર નિભાવવા માટે કપરું બન્યું હતું. નજર સામે જ ભૂખ તરસે ભભરડા નાંખત અબોલ પશુઓ રિબાઈ રિબાઈને તરફડતા હોવાથી માલધારીઓ સ્થિતિ ખૂબ જ નાજૂક થઈ ગઈ હતી. તેથી માલધારીઓએ પોતાના માલઢોર બચાવવા માટે પાણી અને ચારની વ્યવસ્થા કરવા સરકાર સમક્ષ મદદનો પોકાર કર્યો હતો પણ સંવેદનહીન સરકારે અણીના સમયે મદદ ન કરતા  કચ્છના માલધારીઓની સ્થતી વધુને વધુ દયનિય બની ગઈ હતી. તેથી માલધારીઓને પોતાના અબોલ પશુઓને બચાવવા માટે હિજરત કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો. જો કચ્છમાંથી માલધારીઓએ હિજરત કરી ન હોત તો તેમના પશુઓ કદાચ ભૂખ તરસે રિબાઈ રિબાઈને મોતને શરણે થઈ ગયા હોત અને માલધારીઓનું જીવન પણ ઘણું દુષ્કર બની ગયું હોત.

આજથી બે મહિના પહેલા કચ્છના માલધારીઓ 250 ગોમાતાઓ સાથે કચ્છમાંથી હિજરત કરીને મોરબીના નાની વાવડી ગામે આવ્યા હતા. નાની વાવડી ગામે માલધારીઓએ 250 ગોમાતાઓને બચાવવા માટે ગામલોકો સમક્ષ મદદનો પોકાર કર્યો હતો આથી ભૂખે તરસે ભભરડા મારતી લાચાર ગોમતાની હાલત જોઈને સરપંચ સહિતના ગ્રામજનો ગોમાતાઓની વાહરે આવ્યા હતા અને ગોમાતાઓને ગામના ઈશ્વરીય મહાદેવ પાસે ફેન્સીગ કરેલા કંપાઉન્ડમાં આશરો આપ્યો હતો. તેમજ ગામના બે પાણીના અવાડા ગોમાતા માટે ખુલ્લા મૂકી દીધા હતા. બે માસથી નાની વાવડી ગામના લોકો તથા આસપાસના લોકો આ ગોમતાની નિયમિત ઘાસચારો આપે છે. દરરોજ સવારે ગામનો કોઈને કોઈ માણસ ગોમતાની નીણ નાખે છે. આ રીતે બે માસથી લોકો ગોમતાની સેવા ચાકરી કરીને મોતના મુખમાંથી ઉગારી લીધી છે.

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/