મોરબી: શહેરમાં વધુ એક ઘડિયા લગ્ન યોજાયા : યુગલની સગાઈના દિવસે જ લગ્ન ગોઠવાયા

0
224
/

બન્ને પક્ષ લોકો યુગલની સગાઈ કરવા ભેગા થયા અને ખોટા ખર્ચા ટાળવા અને કોરોનાને ધ્યાને લઈને સગાઈ પ્રસંગમાં લગ્ન પણ કરાવી દેવાયા

મોરબી :હાલ આજના જેટ યુગમાં સામાન્ય માણસ હોય કે ઘનિક હોય લગ્ન જેવા સામાજિક પ્રસંગ ઓછા ખર્ચે કરવામાં શાણપણ છે.તેમાંય આજે કોરોના કાળમાં સરકારની ગાઈડલાઈન પ્રમાણે એક પંથે દો કાજની જેમ એક જ પ્રસંગમાં બે શુભ કાર્યો થઈ જાય તો સોનામાં સુંગધ ભળે. આ રીતે લગ્નનો ખોટા ખર્ચો ટાળવા અને કોરોનામાં ગાઈડલાઈનનું પાલન થાય તે માટે મોરબીના જાણીતા ઇટાલિકા ગ્રુપ પરિવારે અવકારદાયી પહેલ કરી છે અને પરિવારના પુત્રની સગાઈમાં લગ્ન કરી નાખ્યા હતા.જો કે આ પરિવાર પૈસેટેકે સુખી સંપન્ન છે.ધાયું હોત તો પુત્રની આજે સગાઈ કરીને બાદમાં ઠાઠમાઠથી લગ્ન કરાવી શક્યા હોત. પણ લગ્નનો ખોટો ખર્ચો ટાળવા માટે આ ઘડીયા લગ્નની પ્રેરણાદાયી પહેલ કરીને નવો રાહ અને દિશા નિર્દેશ ચીંધ્યો છે.

મોરબી શહેરના જાણીતા ઇટાલિકા સીરામીક ગ્રુપના શૈલેષભાઇ વૈષનાનીનો બત્રીજા વિકાસ દિનેશભાઇ વૈષનાનીનો આજે માળીયાના કુંભરીયા ગામે રહેતી શિલ્પાબેન મહાદેવભાઈ તાડપરા સાથે સગાઈ નક્કી કરવામાં આવી હતી.આજે બપોરે આ યુગલની સગાઈ કરવા માટે બન્ને પક્ષના માયેદિત સંખ્યામાં લોકો રવાપર-ધુંનડા રોડ ઉપર આવેલ ગોકુલફાર્મમાં એકઠા થયા હતા.સગાઈ વિધિમાં ભેગા ઘયેલા બન્ને પક્ષના વડીલો ચર્ચા કરતા હતા.એ સમયે શૈલેષભાઇ વૈષનાનીએ લગ્નના ખોટા ખર્ચા ટાળવા અને કોરોનાને ધ્યાને લઈને આજે જ સગાઈ પ્રસંગમાં જ યુગલના લગ્ન કરાવી દેવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.આમ પણ જાણીતા સીરામીક અગ્રણી અને હાલ હરિદ્રારમાં સેવા કરતા રામજીભાઈ પરસોતમભાઈ દેત્રોજાએ પણ શૈલેષભાઇને પરિવારજનોને પ્રેરણા આપી હતી કે મોધાંડાટ કે વૈભવી લગ્નને બ્લડ એક જ પ્રસંગમાં પુત્રના લગ્ન ગોઠવી દેજો . આ પ્રસ્તાવને બન્ને પક્ષના લોકોએ પણ વધાવી લીધો હતો.

તેમજ સગાઈમાં લગ્ન લેવાનું નક્કી થયા બાદ બન્ને પક્ષના વડીલોએ વર-કન્યાની પણ સંમતિ લીધી હતી.વર-કન્યાએ સગાઈ પ્રસંગમાં લગ્ન કરવાની સંમતિ આપતા તુરત જ લગ્નની તૈયારી કરી દેવાય હતી.સગાઈ માટે મંડપ તૈયાર જ હતો.એ જ મંડપ અને ખુરશીઓ તથા લગ્નની શાસ્ત્રોક્ત વિધિ માટે જરૂરી સમાન મંગાવીને એક કલાકની ઝટપટ તૈયારીના અંતે લગ્ન વિધિ શરૂ કરી હતી.આ રીતે સગાઈ કર્યાની એક જ કલાકમાં યુગલ લગ્નના પવિત્ર તાંતણે બધાય ગયું હતું.જો કે હાલની કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે મર્યાદિત લોકોની હાજરીમાં આજ ઘડીયા લગ્ન વિધિ સંપન્ન થઈ હતી.આ ઘડીયા લગ્નની જાણ થતાં મોરબી માળીયા પાટીદાર સમુહલગ્ન તથા ઘડીયા લગ્ન સમિતિ તથા ઉમિયા સમાધાન પંચના અગ્રણીઓ જયંતિભાઈ વિડજા, કેશુભાઈ આદ્રોજા, રૂગનાથભાઈ ફુલતરિયા, ઠાકરશીભાઈ ક્લોલા સહિતનાએ હાજરી આપીને નવદંપતી શુભાષીશ પાઠવ્યા હતા અને આ ઘડીયા લગ્ન કરવા બદલ બન્ને પક્ષના લોકોની પ્રેરણાદાયી વિચારધારાને બિરદાવી હતી.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/