મોરબી : મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા પોરનાશક સહિતની કામગીરી શરૂ કરાઈ

0
51
/

મોરબી : હાલ સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. મોરબી જિલ્લામાં પણ કોરોનાનો કેર વર્તાઈ રહ્યો છે. અને ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે મોરબી જિલ્લામાં કોરોનાની સાથે ડેન્ગ્યુ, મેલેરિયા, ચીકુનગુનિયા જેવી બીમારીનો ઉપદ્રવ ના વધે તે અંગે પણ કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મચારીઓ એ ખાસ કામગીરી શરૂ કરી દીધેલ છે.

જુલાઈ માસને ડેન્ગ્યુ વિરોધી માસ ગણી આરોગ્ય અધિકારી અને જિલ્લા મેલેરિયા અધિકારીની ખાસ સૂચનાથી અને મેડિકલ ઓફિસર અને સુપરવાઇઝર લાલપરના માર્ગદર્શનથી સબ સેન્ટર જોધપરના કર્મચારી એવા દિલીપ દલસાનિયા અને તેમના આશા વર્કરની ટીમ દ્વારા ડેન્ગ્યુ જેવી બીમારી લોકોમાં ના થાય એ માટે સઘન સર્વેલન્સ, પોરનાશક કામગીરી, હાથ ધરવામાં આવેલ હતી.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/