મોરબી નગરપાલિકાનું ટ્રેક્ટર..ટાયરમાં હવા વગર પણ દોડે છે !!

0
51
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : તાજેતરમા હવા વગરના ટાયર હોય અને એમાં પણ ટાયર ફાટી જાય પછી પાછળની ટ્રોલી રોડ ઉપર ડોલતી હોય, ટ્રેકટરના આવા સ્ટંટ તો ભાઈ નસીબદારને જ જોવા મળે. આ સ્ટંટ જોવાનો લ્હાવો આજે અમુક મોરબીવાસીઓને મળ્યો હતો. જેમાં પાલિકાનું ટ્રેકટર આવી જોખમી હાલતમાં જઇ રહ્યું હતું. અને એક જાગૃત નાગરિક દ્વારા સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો.

હાલ મોરબી નગરપાલિકાના ગેરેજ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. પાલિકાનું એક ટ્રેકટર રોડ ઉપર જઈ રહ્યું હતું. જેની ટ્રોલીના ચારેય ટાયરમાં હવા ન હોય ટાયર ફાટી ગયા હતા. છતાં ડ્રાઇવર તે ટ્રેકટર લઈને રોડ ઉપરથી બિન્દાસ્ત જઈ રહ્યો હતો. ટ્રેકટરની ટોલી પાછળ હાલક ડોલક થઈ રહી હતી અને બાજુમાંથી પસાર થતા વાહનચાલકો ઉપર જાનનું જોખમ પણ ઉભું થયું હતું.

મોરબીના એક જાગૃત નાગરિકે આ સમગ્ર ઘટનાને પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી ડ્રાઇવરને અટકાવ્યો પણ હતો. પણ ડ્રાઇવર પણ નગરપાલિકાનો કર્મચારી હોય, એમ થોડી કોઈ નાગરિકનું માને. ટ્રેકટર ઉભું તો રાખ્યું ને કાઈ ન થાય તેવો જવાબ આપી પોતાની મોજમાં ફરી ટ્રેકટર ચલાવીને જતો પણ રહ્યો.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/