મોરબી: આજે ગણેશોત્સવનો છેલ્લો દિવસ હોય મોરબીમાંથી મોટી સંખ્યામાં વાજતે ગાજતે ગણપતિ વિસર્જન કરવામાં માટે ધામધુમ સાથે ભક્તો નીકળ્યા હતા અને ત્યાર “ગણપતિ બાપા મોરીયા, અગલે બરસ તું જલ્દી આ” સહિતના જય ઘોષ કર્યા હતા જો કે, શહેરમાં વિસર્જન સમયે કોઈ આકસ્મિક ઘટના ન બને તે માટે પાલિકા દ્વારા મચ્છુ નદીમાં વિસર્જન માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને શહેરમાંથી આવતી તમામ મૂર્તિઓને ક્રેઇન , તરવૈયા તેમજ ફાયર બ્રિગેડની ટીમને સાથે રાખી આર.ટી.ઓ નજીક મચ્છુ-૩ ડેમ ખાતે મચ્છુ નદીમાં ગણેશ વિસર્જન કરવામાં આવેલ હતુ.
ગણપતિ વિસર્જનમાં ડુબી જવાથી ઘણા લોકોના મૃત્યુ છેલ્લા વર્ષોમાં જુદાજુદા વિસ્તારોમાં થયા છે જેથી કરીને આવો બનવા મોરબીમાં ન બને તેના માટે પાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે અને શહેરમાં શનાળા રોડ સ્કાયમોલ પાસે, એમ.પી.શેઠ ગર્લ્સ સ્કૂલ વી.સી.ફાટક પાસે, સામાકાંઠે એલ.ઇ.ક્રિકેટ ગ્રાઉન્ડ અને જેઈલરોડ પર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એમ ચાર સ્થેળે મુર્તિઓ સ્વીકારવામાં આવે છે અને દિવસ દરમ્યાન જેટલા પણ લોકો ગણેશજીની મૂર્તિ મૂકી જશે તેની પાલિકાની ટીમ દ્વારા તરવૈયાઓની મદદથી મચ્છુ નદીમાં વિસર્જન કરવામાં આવશે આજે સવારથી જ એકત્રીત થતી મુર્તિઓનું નદીમાં વિસર્જન કરવાનું ચાલુ કરી દેવામાં આવ્યુ હતુ.જે આજે મોડી રાતની નવ વાગ્યા સુધી મુર્તી સ્વીકારીને વિસર્જન ચાલુ રાખવામાં આવેલ.કોઇપણ વિસ્તારમાંથી મુર્તિ આવશે તો તેનું નદીમાં તંત્ર દ્વારા વિસર્જન કરી આપવામાં આવ્યુ હતુ.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide